
રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ અને દબાણ હટાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જૂનાગઢ શહેરમાં એસઓજી પોલીસને એક આરોપી પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન નામનું ડ્રગ્સ ઝડપાયું હતું. આરોપી અગ્રાવત ચોક નજીકથી ખલીલપુર રોડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે એસઓજીના છટકામાં આરોપી આબાદ રીતે સકંજામાં આવી ગયો હતો. શખ્સ પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સની બજાર કિંમત 46600 રૂપિયા થવા જાય છે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ શહેરમાં આવેલા અગ્રાવત ચોક નજીક તુષાર ટાટમિયા નામનો શખ્સ એસઓજીના હાથે ઝડપાયો હતો. જેમાં તેની પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન નામનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ શખ્સ ખલીલપુર રોડ તરફ ડ્રગ્સ વેચવા જઈ રહ્યો હતો. જે બાતમીના આધારે એસઓજી પોલીસ શખ્સની વોચમાં હતી. જે દરમ્યાન આ શખ્સ આબાદ રીતે ડ્રગ્સના જથ્થા સાથે સકંજામાં આવી ગયો હતો. 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની કુલ 46600 રૂપિયાનું ડ્રગ્સ જપ્ત લેવામાં આવ્યું હતું. ઝડપાયેલો શખ્સ કોને ડ્રગ્સ વેચવા જઈ રહ્યો હતો તે દિશામાં તેમજ કોની પાસેથી ડ્રદ્સ લાવો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.