Home / Gujarat / Gir Somnath : 3-year-old girl dies in leopard attack in Sutrapada, fear grips villagers

Gir Somnath: સૂત્રાપાડામાં દીપડાના હુમલામાં 3 વર્ષની બાળકીનું મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ

Gir Somnath: સૂત્રાપાડામાં દીપડાના હુમલામાં 3 વર્ષની બાળકીનું મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ

Leopard Terror In Gir Somnath: ગીર-સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. ત્યારે સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં રવિવારે (13મી એપ્રિલ) દીપડો ત્રણ વર્ષની બાળકીને ઊઠાવી ગયો હતો. જે બાદ આજે (14મી એપ્રિલ) સવારે ગામના વોકળામાંથી બાળકીનાં અવશેષો મળી આવ્યાં હતાં. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોને પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ડરનો માહોલ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માનવભક્ષી દીપડાને પકડવા પાંજરા ગોઠવાયા
મોરાસા ગામમાં રમેશ ચાવડાની ત્રણ વર્ષની દીકરી કુંદના રવિવારે રાત્રે ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા ગઈ હતી. આ દરમિયાન પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. ત્યારે અચાનક જ માનવભક્ષી દીપડો આવ્યો અને બાળકીને ઊઠાવીને લઈ ગયો હતો. પરિવારજનોએ બાળકીને બચાવવા માટે દીપડા પાછળ દોડ્યા પણ હાથમાં કાંઈ આવ્યું નહીં. 

આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી અને આખી રાત શોધખોળ કર્યા બાદ સોમવારે સવારે વોકળામાંથી ફાડી ખાધેલો બાળકીનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યાં છે. 

Related News

Icon