
પાટણ જિલ્લામાં ચાણસ્મા હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાતા રવિવાર ગોઝારો સાબિત થયો હતો. ચાણસ્માના કારોડા ગામ પાસે બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું હતું. આ અકસ્માતમાં બે સંતાનોએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યું હતું. આટલું ઓછું હોય તેમ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પાટણના ચાણસ્મા હાઈવે અકસ્માતનો રવિવાર ગોઝારો નીવડયો હતો. ચાણસ્મા પાસે આવેલા કારોડા ગામની સીમમાં ટ્રેલર અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરની ટક્કરે બાઈક સવાર દંપતી અને બાળકી દૂર જઈને ફંગોળાયા હતા. જેમાં ઘટનાસ્થળે પતિ અને પત્નીનું મોત થયું હતું. જ્યારે બાળકીને ઈજાઓ થતા આસપાસના લોકો દોડી આવીને 108ને જાણ કરતા તાબડતોબ બાળકીને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં બંને સંતાનોના માથેથી માતા-પિતાનો સાથ છૂટી ગયો હતો. જેથી બે બાળકોએ તેના માતા-પિતા ગુમાવી દીધા હતા.