
હળહળતો કળિયુગ આવી ગયો હોય તેમ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક એવા પાવી જેતપુરમાં નજીવા મુદ્દે તકરારે મોટું સ્વરુપ ધારણ કરતા સગા દીકરાએ પોતાના પિતાનું કાસળ કાઢી નાખ્યું હતું. જેમાં તેના સગા ભાઈની હત્યા કરવા કાકાએ પણ મદદ પુરી પાડી હતી. સગા દીકરીના હાથે પિતાની હત્યા થતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. જે અંગે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
પાવી જેતપુર તાલુકાના બોરધા ગામની ચકચારી ઘટના
સાંજના સમયે પુત્ર અને મૃતક નગીનભાઈનો ભાઈ આવી નગીનભાઈ સાથે કોઈ બાબતે ઝઘડો કર્યો હતો. જે અંગે મરનારના ભાઈ બકલા રાઠવાએ નગીનની છાતી પર બેસી ગળું દબાવ્યું અને પુત્રે મારી મમ્મીને કેમ મારે છે કહી પુત્રએ નગીનભાઈને માથાન અને પગના ભાગે લાકડાના ફટકા મારી હત્યા કરી ગંભીર ઈજાના કારણે સ્થળ પર જ નગીનભાઈનું મોત નીપજ્યું હતું.
આ બાબતની જાણ કરાલી પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આરોપી સામે કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો હતો. આદિવાસી વિસ્તારમાં સબંધોનું ખૂન થઇ રહ્યું છે અને કળયુગ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. સગા પુત્ર અને સગા ભાઈએ હત્યાના આરોપી હોય તે ગંભીર બાબત છે આદિવાસી વિસ્તારમાં જાગૃતિ લાવવા માટે સરકારે પણ પ્રયાસ કરવા જોઈએ.