
Murshidabad Violence : વક્ફ બિલ કાયદા મુદ્દે પશ્ચિમ બંગાળમાં વિરોધ-પ્રદર્શનો અને હિંસા ફાટી નીકળ્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. મુર્શિદાબાદમાં કથિત રીતે હિન્દુ સમાજના લોકોને ભગાડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘જે વિસ્તારોમાં હિંસા થઈ છે, ત્યાંથી હિન્દુઓને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.’
સુવેન્દુએ તસવીરો અને વીડિયો શેર કર્યા
સુવેન્દુ અધિકારીએ એક્સ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘400થી વધુ હિન્દુઓને મુર્શિદાબાદમાંથી ભાગવા માટે, નદી પાર કરવા માટે અને શાળાઓમાં આશરો લેવા માટે મજબૂર થવું પડ્યું છે.’ તેમણે કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તેમણે કહ્યું કે, મુર્શિદાબાદના ધુનિલાયના 400થી વધુ હિન્દુઓ ધાર્મિક કટ્ટરવાદીઓના ડરથી ભાગવું પડ્યું છે અને તેઓ નદી પાર કરીને માલદાના બૈષ્ણવનગરના દેવનાપુર-સોવાપુર જીપીની પાર લાલપુર શાળામાં આશરો લેવા માટે મજબૂર થયા છે.
https://twitter.com/SuvenduWB/status/1911253522126938278
ભાજપ નેતાએ મમતા સરકાર પર તુષ્ટિકરણનો આક્ષેપ કર્યો
સુવેન્દુએ મમતા બેનરજી સરકાર પર નિશાન સાધી કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં ધાર્મિક હેરાનગતી કરવી વાસ્તવિકતા બની છે. તેમણે પોસ્ટમાં વધુ લખ્યું છે કે, ‘ટીએમસીની તુષ્ટિકરણ નીતિઓ કટ્ટરવાદી તત્વોને પ્રોત્સાહિત કરી રહી છે. હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આપણા લોકો આપણી જ જમીન પર જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. કાયદો-વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોવા મામલે રાજ્ય સરકારને શરમ આવવી જોઈએ.’
હિન્દુઓને સુરક્ષિત પાછા લાવો : સુવેન્દુ અધિકારી
ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળ સળગી રહ્યું છે, સામાજિકતા તૂટી ગઈ છે. તેમણે મુર્શિદાબાદ જિલ્લામાં તહેનાત કેન્દ્રીય અર્ધસૈનિક દળ, રાજ્ય પોલીસ અને જિલ્લા વહિવટીતંત્રને આગ્રહ કર્યો છે કે, તેઓ હિન્દુઓને સુરક્ષિત પાછા લાવવાનો તેમજ તેમની સુરક્ષા કરવાનું સુનિશ્ચિત કરે.
કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારની ઝાટકણી કાઢી
આ પહેલા કોલકાતા હાઈકોર્ટે મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રીય શસ્ત્ર પોલસ દળ તહેનાત કરવાનો આદેશ આપ્યો હતા. કોર્ટે કહ્યું કે, વક્ફ સંશોધન અધિનિયમ વિરુદ્ધ દેખાવો દરમિયાન સાંપ્રદાયિક હિંસા પર કાબુ મેળવવામાં પશ્ચિમ બંગાળ સરકારે કરેલા પ્રયાસો પૂરતા નથી. બેંચે એમ પણ કહ્યું કે, જો પહેલા CRPF તહેનાત કરવામાં આવી હોત તો સ્થિતિ આટલી ગંભીર અને અસ્થિત ન હોત.
કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, જો પહેલાથી કેન્દ્રીય સશસ્ત્ર દળ તહેનાત કરવામાં આવ્યા હોત તો સ્થિતિ આટલી ગંભીર ન થઈ હોત. બંગાળ સરકારે સ્થિતિ પર કાબૂ મેળવવાના પુરવા પ્રયાસો કર્યા નથી. બેંચે ગુનેગારો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાનો અને નિર્દોષ નાગરિકો પર થતા અત્યાચારો રોકવાની જરૂરિયાત પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો છે.