
સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર આજે સવારે નો પાર્કિંગમાં રહેલી ગાડી ક્રેન વાળા ઉઠાવી જતા ભારે હોબાળો મચ્યો હતો. વાહનચાલક અને ક્રેનચાલક વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. ક્રેનની ગાડીની આગળ વાહનચાલક આવી પોલીસના ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. જેથી ક્રેન પર હાજર પોલીસ કર્મી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે અંગે વાહનચાલકે માફી માગી ભૂલ સ્વીકારી હતી.
ઉધના રેલવે સ્ટેશન પર નો પાર્કિંગ ઝોનમાં વાહનચાલકે ગાડી મૂકી દેતા ક્રેનચાલક દ્વારા ગાડીને ઉઠાવી લેવામાં આવી હતી. જેથી વાહનચાલકનો પિત્તો ગુમાવતા ઘડી ભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. ક્રેનચાલક અને વાહનચાલક વચ્ચે બોલાચાલી થઈ ગઈ. જેના લીધે જોતજોતામાં ઘટનાસ્થળ પર લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. કોઈપણ નીચું ન જોખતા આખરે ક્રેનમાં હાજર પોલીસે સ્થાનિક પોલીસને બનાવ અંગેની જાણ કરી હતી. જેથી સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે આવી આખો મામલો થાળે પાડ્યો હતો. જે બાદ ગાડી ચાલકે માફી માગી ભૂલ સ્વીકારી લેવામાં આવતા મામલો શાંત થયો હતો.