
અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં વિધાનસભા, જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સભ્યપદ શરૂ કરવામાં આવશે. વિધાનસભા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખની આમાં આંતરિક ચૂંટણી યોજાશેય આગામી 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આ યુથ કોંગ્રેસ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકાશે.
મેમ્બરશિપ માટે કોંગ્રેસે 50 રૂપિયાની ફી રાખી
18થી 35 વર્ષના લોકો યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે. નવ મેથી યુથ કોંગ્રેસથી મેમ્બરશિપ શરૂ થશે, જે સાતમી જૂન સુધી આ સભ્યપદની ઝૂંબેશ ચાલશે, જો કે, મેમ્બરશિુપ માટે 50 રૂપિયાની ફી રાખવામાં આવી છે. આ દરમ્યાન કોંગ્રેસમાં બનાવટી સભ્યોને બદલે સાચા ઉમેદવારો જોડાય તેની તકેદારી રાખવામાં આવશે. મેમ્બરશિપ પૂર્ણ થયા બાદ તેની સ્ક્રૂટિની કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં યુવા કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીની જાહેરાત કરતા સજ્જાદ તાંરીખએ જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવા કોંગ્રેસ ચૂંટણી પ્રકિયામાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે અને તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તે માટે આહવાન કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં મેમ્બરશીપ ઓનલાઈન કરવામાં આવશે અને તાલુકા, વિધાનસભા, જિલ્લા અને રાજ્યસ્તરે મેમ્બરશીપની શરૂઆત કરીને યુવાનોને જોડવાનું કામ કરવામાં આવશે.
આ યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રકિયામાં 18 થી 35 વર્ષની વયના યુવાનો નોમિનેશન કરી શકશે. આ યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી એપ્રિલ મહિનાની 21 તારીખથી 30 તારીખ સુધી નોંધાવી શકશે. ત્યાર બાદ મેમ્બરશીપની શરૂઆત કરવામાં આવશે પણ તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી શશીસિંહ અને ભારતીય યુવા કોંગ્રેસના ઈલેક્શન કમિશનના સભ્યો હાજર રહ્યા હતા.