
PSI unarmed PSI Written EXam: રાજ્યમાં આવતીકાલે એટલે કે, રવિવારે 13 એપ્રિલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટરની લેખિત પરીક્ષા વડોદરા શહેરનાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. આ માટે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટરની લેખિત પરીક્ષા આવતીકાલે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે જેમાં ગુજરાતના આ ચાર સેન્ટરો પર લેવાનારી પરીક્ષામાં 300 જેટલી જગ્યા ઉપર 21 હજાર જેટલા જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. વડોદરા ખાતે 70 જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાશે પરીક્ષાઓને રેલવે સ્ટેશન, એસટી ડેપોથી સેન્ટર સુધી આવા-જવા માટે કોઈ પ્રકારની મુશ્કેલ ન થાય તે માટે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિકના એસીપી ડીએમ વ્યાસ રિક્ષાચાલક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ સબ ઈન્સપેક્ટરની લેખિત પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા-જવા માટે 50 જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી બહારગામથી વડોદરા પરીક્ષા આપવા માટે આવનાર પરીક્ષાર્થી અટવાય નહિ. આ ઉપરાંત કેન્દ્રો પર સઘન પોલીસ બંદોબસ્ત તેમજ સ્કવોડની ટીમ પણ તૈયાર રહેશે. કાળઝાળ ગરમીને ધ્યાને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.