
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલી મનપાની ઝોનલ કચેરીમાં ઘર્ષણ કરવા બદલ મનપાના સેનેટરી ઈન્સપેકટરે ત્રણ આરટીઆઈ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વીડિયો શૂટિંગ ઉતારીને ફરજામાં રૂકાવટ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાનું અને સફાઈ કર્મચારીઓને અપશબ્દો બોલ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.
જૂનાગઢ મનપાના કર્મચારીઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતા હતા ત્યારે ત્યાં જઈ દારૂ અને નોનવેજની પાર્ટી કરતા હોવાનો આક્ષેપ કરી વીડિયો શૂટિંગ ઉતારી ફરજમાં રૂકાવટ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો., લોકેશ
પોપટાણી, જિગ્નેશ પંડયા અને મનોજ ચુડાસમા સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હચો. જ્યારે મનપાના કર્મચારીઓનો દારૂ અંગે ટેસ્ટ કરાવતા બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી કર્મચારીઓની અને મનપાની પ્રતિષ્ઠાને નુકસાન કરી ફરજમાં રૂકાવટ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂધ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા જૂનાગઢ પંથકમાં ચકચાર મચી છે.