
Israel News : ઈઝરાયલ અને હમાસ વચ્ચે બીજા તબક્કાના સીઝફાયરની શક્યતા છે. પરંતુ આ અગાઉ ઈઝરાયલે સંકટગ્રસ્ત ગાઝામાં વીજળી પુરવઠો રોકી દીધો છે, જેનાથી પાણી પુરવઠાને અસર થઈ છે. હમાસે આને ઈઝરાયલની સ્ટારવેશન પોલિસી ગણાવી છે.
ઈઝરાયલનું કહેવું છે કે, તે ગાઝાની વીજળી પુરવઠાને તાત્કાલિક અસરથી બંધ કરી રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે અગાઉ પ્રથમ તબક્કાનું સીઝફાયર ગત અઠવાડિયે સમાપ્ત થયું હતું. આવામાં ઈઝરાયલ ઈચ્છે છે કે, હમાસ ઈઝરાયલના બાકી બંધકોને છોડી મૂકે. ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે હજી પણ હમાસના કબ્જામાં 59 બંધક છે. આવામાં તેઓ આ બંધકોને મુકત કરાવવા માગે છે, જેના કારણથી હમાસ પર દબાણ બનાવવા માટે તેને આ પગલું ઉઠાવ્યું છે. ઈઝરાયલ તરફથી મળતી માહિતી અનુસાર, ઈઝરાયલ ઈલેકટ્રિસિટી કોર્પોરેશનના વિસ્તારનો પુરવઠો રોકવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું કે, મેં ગાઝા પટ્ટી માટે વીજળી સપ્લાય તાત્કાલિક બંધ કરવાના આદેશ પર સહીં કરી દીધી છે. અમે પોતાની પાસે રહેલા દરેક રસ્તાનો ઉપયોગ કરીશું જેથી બંધકોનો માર્ગ મોકળો થઈ શકે અને ગાઝાથી હમાસને સમાપ્ત કરી શકીએ.
મહત્ત્વનું છે કે, ગત અઠવાડિયે ઈઝરાયલે ગાઝામાં રાહત સામગ્રી, તેલ અને બીજો ચીજવસ્તુઓ લઈ જતી ગાડીઓનો રસ્તો રોકી દીધો હતો. તેનું કહેવું હતું કે, તે પાણી સપ્લાય બંધ કરવા અંગે વિચાર કરી રહ્યો છે. ઈઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ સમજૂતિનો પ્રથમ તબક્કો સમાપ્ત થયો છે, ત્યારબાદ ઈઝરાયલતરફથી ગાઝા પર હુમલા ચાલુ છે. ઈઝરાયલી સૈન્ય અનુસાર, આ હુમલા હમાસના આતંકવાદીઓને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો.