Junagadh News: સૌરાષ્ટ પંથકમાં વાઘ, સિંહ અને દિપડા જેવા જંગલી જાનવર અનારનવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. જેને પગલે સ્થાનિકોમાં સતત ભયનો માહોલ જોવા મળે છે. એવામાં જૂનાગઢ શહેરમાં સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા જેમાં એક સોસાયટીમાં જંગલનો રાજા વિહાર કરતો જોવા મળ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, જુનાગઢ શહેરમાં ભવનાથ નજીક આવેલી વાંળદ સોસાયટીમાં રાત્રિના સમયે સિંહ દેખાયો હતો. સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સોસાયટીની ગલીઓમાં શિકારની શોધમાં સિંહ આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
તાજેતરમાં જ સરકારે સિંહની સંખ્યાના આંકડા જાહેર કર્યા હતા
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જેને પગલે તાજેતરમાં જ સરકારે '16મી સિંહ વસ્તી ગણતરી - 2025'ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા, 225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.