Junagadh News: ગુજરાતભરમાં મેઘરાજાએ પોતાનો કહેર વરસાવી દીધો છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો તારાજી મચી ગઈ છે. રાજ્યભરમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાથી લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં કેશોદમાં એક મહિલા પાણીના તોફાની વહેણમાં તણાઈ હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢથી કેશોદ આવેલી મહિલા પાણી ક્રોસ કરતાં તણાઈ હતી. કેશોદના ઉતાવડિયા નદીમાં મહિલા તણાઈ જતાં સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. મામલાની જાણ થતાં જ એન.ડી.આર.એફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેશોદમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તંત્ર દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.