
ડાકોર ભવન્સ શાળામાં ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સામૂહિક ચોરી કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે ધોરણ 10ની પરીક્ષામાં સામૂહિક ચોરીના મામલે ફરિયાદ નોંધાઈ છે. શાળામાં સ્થળ સંચાલક એમ.આર.ચૌહાણે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
1 માર્ચે લેવામાં આવેલી પરીક્ષામાં કાપલીઓની આપ-લે મળી જોવા
1 માર્ચે લેવામાં આવેલી પરીક્ષાના CCTV ફૂટેજમાં વિદ્યાર્થિનીઓ એકબીજાને કાપલી આપતી-લેતી હોવાનું સ્પષ્ટ થયું છે. આ મામલે ખેડા જિલ્લાના શિક્ષણાધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
શાળાના ફૂટેજ ચોરી કરી વાયરલ કર્યા
અજાણ્યા વ્યક્તિએ શાળાના ફૂટેજ ચોરી કરી વાયરલ કર્યા હોવાની ફરિયાદ દાખલ કરી છે. પરીક્ષા ખંડમાં ચોરી કરતા વિધાર્થીઓ ઉત્તરવહીમાં સ્ટીકર ચોંટાડતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સ્થળ સંચાલક આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.