
ગુજરાતભરમાંથી સતત યુવકોના કેનાલ કે નદીમાંથી ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ખેડામાંથી પણ કેનાલમાં બે યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ખેડા જિલ્લામાં મહેમદાવાદના રાસ્કા કેનાલમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબ્યા હતા. રાસ્કા મહી કેનાલમાં અમદાવાદના ઈસનપુરના બે યુવાનો નાહવા પડ્યા હતા.
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા 18 વર્ષીય રોહિત સિતારામ તીવારી અને તેનો 18 વર્ષીય મિત્ર આલોક ઉદેસિંહ પટેલીયાનું કેનાલમાં ડૂબવાને કારણે મોત થયું છે. ગરમી હોવાથી યુવાનો નહાવા માટે કેનાલના પાણીમાં પડ્યા અને બંને યુવાનો નહેરના પાણીમાં ડૂબી જતાં બૂમાબૂમ કરી હતી. તે સાંભળતા આસપાસના લોકો એકઠા થયા હતા જો કે, આખરે બંને યુવકોના મોત નિપજ્યાં હતા. બંનેના કરૂણ મોત નિપજતાં મહેમદાવાદ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.