
ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે તંત્રએ કડક કાર્યવાહી અમલમાં મુકી છે. ઠેક ઠેકાણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે તંત્ર દ્વારા લાઈસન્સ સસ્પેન્ડથી લઈ વાહન ડિટેઈન કરવા સુધી વિવિધ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નડિયાદમાં 200 બાઈક ડિટેઈન કરાયા
ખેડાના વડા મથકમાં 200 બાઈકો સવાર પર તંત્ર દ્વારા તવાઈ કરવામાં આવી છે. નડિયાદ શહેર પોલીસ મથકમાં બાઈકનો ખડકલો કરાયો છે. ટ્રાફિકના નિયમોની અવગણના કરનાર ચાલકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ફેન્સી પ્લેટ અને નિયમ વિરૂધ્ધ નંબર પ્લેટ, નંબર વગરના વાહનો ઉપર તવાઈ આવી છે. નડિયાદ શહેર પોલીસની સમગ્ર શહેરમાં કાર્યવાહી હાથ ધરાઈ છે.
મહેસાણા RTOએ જેમાં 46 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા
મહેસાણા આરટીઓ દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 40થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો જે બેદરકારી અને ત્રણથી વધુ વખત હેલ્મેટ વગર પકડાયા બાદ હાલમાં તેમના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં 46 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. આ વાહન ચાલકો ગફલત ભરી રીતે વાહન ચલાવવું અને ત્રણથી વધુ વખત હેલ્મેટ વગર ચલાવવા બદલ હાલમાં તો તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.