
Kheda News: ગુજરાતમાંથી ડૂબવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં ખેડામાંથી ત્રણ યુવકો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર, ટીમ્બાના મુવાડા ગામના ત્રણ મિત્રો રવિવારે નાહવા નિકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. બે મિત્રો પૈકી એક ડુબવા લાગતા અન્ય બંને બચાવવા જતા આખરે ત્રણેય મિત્રો ડૂબ્યા હતા. ટીમ્બાના મુવાડામાં ચૂંટણી ચાલી રહી છે અને તે દરમ્યાન આ દુર્ઘટના બની હતી. આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવતા ટોળા એકઠા થયા હતા. પાણીમાં ગરકાવ થયેલા લોકો વિશે કોઈ નક્કર માહિતી બહાર આવી નથી. ખેડા જિલ્લા અને તાલુકા તંત્રને સ્થાનિક આગેવાનો દ્વારા જાણકારી આપવામાં આવી છે. સેવાલિયા પોલીસે તરવૈયા સાથે રાખી શોધખોળમાં એક મૃતદેહ શોધી તેને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.