
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં ખેડામાં એક શ્રમિકની હત્યાને મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખેડા જિલ્લાના કાજીપુરા પોલીસ મથકમાં પરપ્રાંતીય શ્રમિકની હત્યા કરનાર બિહારના બે સગા ભાઈને પોલીસે ઝડપી લીધા છે.
બે સગા ભાઈઓએ મજૂરીના પૈસા બાબતે સાથી શ્રમિકની કરી હત્યા
ખેડા નજીક કાજીપુરાની એક ખાનગી કંપનીમાં કામ કરતા બિહારના શ્રમિકો વચ્ચે મજૂરીના પૈસા બાબતે તકરાર થઇ હતી. કાજીપુરાના એક જ રૂમમાં સાથે રહેતા બે સગા ભાઈઓએ સાથી શ્રમિક ટૂંનુરામ સાથે મારમારી કરી હતી તેમજ દીવાલમાં માથું પછાડતા તે લોહી લુહાણ થઇ ફસડાઈ પડ્યો હતો. ત્યારબાદ ખેડા સિવિલમાં સારવાર માટે ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ખેડા પોલીસે બે સગા ભાઈ સોનુરામ અને સંજીવરામને હત્યાના ગુનામાં ઝડપી લઇ જેલ હવાલે કર્યા છે.