
કચ્છ જિલ્લાના મુન્દ્રામાં DRI દ્વારા ફરી એક વખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DRIની ટીમે મુન્દ્રામાં સુદાનથી આવેલા 200 જેટલા કન્ટેનર ઝડપી પાડ્યા છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ગાંધીધામ શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
100 કરોડની માર્કેટ વેલ્યૂના તરબૂચના બીજ મળ્યા
DRI દ્વારા મુન્દ્રામાં જે કન્ટેનર ઝડપવામાં આવ્યા છે તેમાંથી 100 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતા તરબૂચના બીજ મળી આવ્યા છે.પ્રતિબંધિત હોવા છતાં ખોટા બીલો સાથે મુન્દ્રા પોર્ટ પર આ બીજ આયાત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કારસામાં 17 ઇમ્પોર્ટર છે અને અંદાજે 39.65 કરોડની દાણચોરી સ્પષ્ટ થાય છે.