
ગુજરાતભરમાં અસામાજીક તત્વોના આતંકને લઈ રાજ્યની પોલીસ પૂર્ણરુપે એક્શન મોડમાં આવી ચૂકી છે. એવામાં ભુજમાં પોલીસ કોમ્બિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક કારમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને હથિયાર મળી આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. એલસીબી, એસઓજી, અને એ ડિવિઝન પોલીસની ટીમે સયુંકત કોમ્બિંગ કર્યું હતું.
જેમાં રહીમનગર પાસે સ્કોર્પિયો કારમાંથી હથિયાર, સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રુ. 36,21,342નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં કાર માલિક સમીર અબ્દુલ કાદર સોઢાની હોવાનું સામે આવ્યું છે. સમીર વિરુદ્ધ છેતરપીંડી, અપહરણ, તેમજ હથિયાર રાખવાના ગુના પણ અગાઉ નોંધાયેલા છે. ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.