Home / Gujarat / Kutch : police nabbed three persons who were out hunting

માંડવી: શિકાર કરવા નીકળેલા ત્રણ શખ્સોને કોડાય પોલીસે દબોચ્યા, એક બંદુક અને 26 કારતૂસો જપ્ત

માંડવી: શિકાર કરવા નીકળેલા ત્રણ શખ્સોને કોડાય પોલીસે દબોચ્યા, એક બંદુક અને 26 કારતૂસો જપ્ત

કચ્છના માંડવી તાલુકાના પુનડી ગામના પાટીયા પાસેથી કારમાં શિકાર કરવા નીકળેલા ભુજના ત્રણ શખ્સોને કોડાય પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યા. મના કબ્જામાંથી એક બંદુક, ૨૬ કારતુસ તેમજ બે લાખની જીપ સહિત ૨,૧૧,૨૬૦નો મુદામાલ કબ્જે કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે આરોપીઓને પાલારા જેલમાં ધકેલી દેવા આદેશ કર્યો હતો. 

એક બંદુક, ૨૬ કારતુસ તેમજ બે લાખની જીપ સહિત ૨,૧૧,૨૬૦નો મુદામાલ કબ્જે કર્યો

 પુનડી ગામની સીમમાં બંદુકના ભડાકા અને શિકાર પ્રવૃતિ ચાલતી હોવા અંગે ગામ લોકોએ કોડાય પોલીસને જાણ કરી હતી. જેથી કોડાય પોલીસે તાત્કાલિક બુધવારે મોડી રાત્રે પુનડી ગામે પહોંચ્યા હતા. ત્યારે ગામના પાટીયા પાસે બોલેરો કેમ્પરમાં સામે આવતાં પોલીસની ટીમે અટકાવાવનો પ્રયાસ કર્યો હતો, પણ ગાડી ઉભી રહી ન હતી.

પોલીસની ટીમે પીછો કરીને જીપને આંતરી 

પોલીસની ટીમે પીછો કરીને જીપને આંતરી હતી. ત્યારે આરોપીઓ ભાગવા જતાં પોલીસે શિકાર કરવા નીકળેલા ભુજના અકરમ અજીમ થેબા (ઉ.વ.૩૩), સુલેમાન ઉમરશા શેખ (ઉ.વ.૨૫) મુળ કનૈયાબે હાલ રહે ભુજ અને ભુજના સાહિલ મીઠુ સના (ઉવ.૧૯) નામના ત્રણ શિકારીઓને ઝડપી લીધા હતા.