
કચ્છના માંડવીમાંથી એક ચર્ચાસ્પદ વિવાદ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે શિક્ષકોને ધારાસભ્યના દિવાળી સ્નેહમિલનમાં હાજર રહેવા જિલ્લા પ્રોજેક્ટ કચેરીથી આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ બાદ નવો વિવાદ થયો હતો.
શિક્ષકોને હાજર રહેવા જિલ્લા લેવલથી આદેશ કરાયા
મળતા અહેવાલ પ્રમાણે માંડવીના ધારાસભ્યના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં શિક્ષકોને હાજર રહેવા જિલ્લા લેવલથી આદેશ કરાયા હતા. માંડવી-મુન્દ્રાના તાલુકા શિક્ષણ અધિકારી, બી આર સી અને એસ વી એસ કન્વીનરને સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા હુકમ કરાયો હતો. આ આદેશને રદ્દ પણ કરાવામાં આવ્યો હતો.