
ગુજરાતભરમાંથી યુવકોના નદી કે કેનાલમાંથી ડુબવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ, વડોદરા, મહેસાણા, પંચમહાલ સહિત અનેક સ્થાનો પરથી યુવકો નદી કે કેનાલમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. એવામાં મહીસાગરમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના વણાકબોરી ડેમમાં ૨ યુવક નહાવા માટે ઉતર્યા હતા પરંતુ આખરે તેમના ડૂબવાની માહિતી સામે આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, યુવકો ખેડા જિલ્લાના મહુધાના રહેવાસી હતા. યુવકો સાસરીમાં આવ્યા બાદ વણાકબોરી નદીમાં નહાવા ગયા હતા. ઈદના તહેવાર બાદ સાસરીમાં જઈને નદીમાં નહાવા માટે ગયા હતા. મામલાની જાણ થતાં જ બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ડૂબેલા બે યુવાનોને શોધવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.