રાજ્યમાં આ વર્ષે ચોમેર મેઘમહેર થઇ છે. રાજ્યભરમાં વરસાદના લીધે મોટાભાગના ડેમોમાં પાણી આવક વધી છે. ત્યારે કડાણા ડેમના 21 દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના નદી મહીસાગર નહી બે કાંઠે વહેતી જોવા મળી છે, જેના લીધે નદી કિનારે આવેલા 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ગત રાત્રે 3 લાખ ક્યુસેક વધુ પાણી છોડવામાં આવ્યું
મળતી માહિતી અનુસાર ગત રાત્રે 3 લાખ ક્યુસેક વધુ પાણી છોડવામાં આવ્યું હોવાથી આસપાસના વિસ્તારમાં નદી કાંઠે આવેલા 5 જિલ્લાના 235 ગામોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. પાણી પ્રવાહ વધુ હોવાથી પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ડેમનું લેવલ 417.5 ઇંચ પહોંચ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતી હોવાથી તંત્રને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. હાલમાં ડેમનું લેવલ 417.5 ઇંચ પહોંચ્યું છે. જેથી ખેડા વડોદરાનો જોડતો ગળતેશ્વર-ડેસર બ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત તલાટીઓ, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે.