Home / Gujarat / Mahisagar : Muslim community showers flowers on Hanumanji's procession

VIDEO: મહીસાગરમાં કોમી એકતાનો ઉત્તમ દાખલો, હનુમાનજીની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પ વર્ષા

દેશભરમાં આજે ઠેર ઠેર હનુમાન જયંતી ઉજવવામાં આવી હતી. એવામાં મહીસાગરમાંથી કોમી એકતા અંગેના સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે હનુમાન જયંતીના દિવસે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. વિરપુર ખાતે હનુમાન જયંતીને લઈ નીકળી અતિ ભવ્ય શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પની વર્ષા કરવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હનુમાન જયંતીને લઈ વીરપુર નગરમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં સમગ્ર વાતાવરણ ભગવામય બન્યું હતું. નગરમાં નીકળેલી હનુમાનજીની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પની વર્ષા કરી દાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરપુરના મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પા વર્ષા કરી લોકોને ઠંડુ પાણી પીવડાવી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો. અને આ સાથે જ વીરપુરના મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Related News

Icon