Home / Gujarat / Mahisagar : Rescued 11 people trapped in the banks of river Mahisagar river

મહી નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારમાં ફસાયેલા 11નું રેસ્ક્યું, 300થી વધુ પશુઓને બચાવાયા

મહી નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારમાં ફસાયેલા 11નું રેસ્ક્યું, 300થી વધુ પશુઓને બચાવાયા

કડાણા ડેમમાંથી ગત રોજ પાણી છોડવામાં આવ્યું હતું. જેને પગલે આંકલાવ તાલુકાના ખડોલ-ઉમલેટા વિસ્તારમાં આવેલી મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો હતો, પરિણામે  નદી કાંઠા વિસ્તારમાં સવારથી પશુ ચરાવવા આવેલા 11 પશુપાલકો અને 300થી વધુ પશુઓ કાંઠા વિસ્તારમાં ફસાઈ ગયા હતા.  

બનાવની જાણ થતાં જ સ્થાનિકો અને તરવૈયાઓ પહોંચ્યા

બનાવની જાણ થતાં જ સ્થાનિકો અને તરવૈયાઓ પહોંચ્યા હતા. ખાનગી બોટ મારફતે ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યું કર્યું હતું. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે મહીસાગર નદીમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો ત્યારે સ્થળાંતર અને નદીમાં ન જવા અંગે વહીવટી તંત્રએ સૂચના આપી હતી. પરંતુ આ વખતે તંત્રે આ અંગે કોઈ સૂચના આપી નહોતી, જેથી પશુપાલકો મહીવા કાંઠામાં પશુઓ ચરાવવા ગયા હતા.

મામલતદારે જણાવ્યું કે પાણી છોડવાના સંદર્ભે કરવામાં આવી હતી જાણ

આંકલાવના મામલતદારે જણાવ્યું કે પાણી છોડવાના સંદર્ભે આંકલાવ તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પશુપાલકો કાંઠા વિસ્તારમાં ગયા હતા.