Home / Gujarat / Mehsana : 2500 kg of suspected ghee seized from Budasan GIDC Kadi

MEHSANA : કડીની બુડાસણ GIDCમાંથી 2500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

MEHSANA : કડીની બુડાસણ GIDCમાંથી 2500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

Mehsana News : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી એક મહિનામાં બીજી વાર શંકાસ્પદ ઘી ઝડપાયું છે. કડીની બુડાસણ GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં નકલી અથવા ભેળસેળવાળું  ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા પોલીસે અને ફૂડ વિભાગે રેડ કરી હતી. 

10 લાખના 118 ઘીના ડબ્બા સીઝ કરાયા 

પોલીસે અને ફૂડ વિભાગે રેડ કરી 2500 કિલો શંકાસ્પદ ઘીના  118 ઘીના ડબ્બા સીઝ કર્યા છે, જેની બજાર કિંમત રૂપિયા 10 લાખ થાય છે. ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ  શંકાસ્પદ ઘી વિશેની માહિતી સામે આવશે. 

14 ઓક્ટોબરે પકડાયું હતું 43000 કિલો શંકાસ્પદ ઘી 

ગત 14 ઓક્ટોબરે મહેસાણાના કડી GIDCમાં શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. કડી GIDCના 5 ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનાવવાનો કાળો કારોબાર  ચાલતો હતો. 

મહેસાણા ફૂડ વિભાગ અને LCBની ટીમે બાતમીના આધારે કરેલી રેડમાં અંદાજે રૂપિયા 1 કરોડ આસપાસનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો અને સેમ્પલ લીધા હતા. 

ફૂડ વિભાગે કુલ 24,297 કીલો લુઝ ઘી, 4979 કિલો લુઝ પામોલિન, 8036 કિલો રિફાઇન પામોલિન અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સીઝ કર્યો છે. કિંમત રૂપિયા 1,24,87,865/- રૂપિયાનો આ કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.