
Mehsana news: ઉત્તર ગુજરાતના ઊંઝા શહેરમાં આવેલા પાવન શક્તિ સ્થાન અને કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયા માતાને અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા માઈભક્ત પટેલ અંબાલાલ જોઈતારામ મહાદેવિયા પરિવાર દ્વારા 11 લાખની કિંમતના 11 તોલા શુદ્ધ સોનાની પાદુકા અર્પણ કરવામાં આવી હતી. આ સોનાની પાદુકાનો મંદિરના પૂજારી અને ટ્રસ્ટે સહર્ષ સ્વીકાર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના જાણીતા ઊંઝા શહેરમાં આવેલા માતા ઉમિયાના મંદિરે આજે ભાઈભક્તે શ્રદ્ધા અને આસ્થાના ભાવ સાથે રૂપિયા 11 લાખના આશરે 11 તોલા સોનાની પાદુકા પટેલ અંબાલાલ જોઈતારામ મહાદેવિયા પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી. પટેલ અંબાલાલ જોઈતારામ મહાદેવિયા મૂળ વિસનગર પાસે આવેલા એક ગામના વતની છે અને હાલ તેઓ ઘાટલોડિયામાં રહે છે. તેમને ઉમિયા માતા પ્રત્યે ખૂબ શ્રદ્ધા હોવાથી તેમને ઉમિયા માતા સંસ્થાને સુવર્ણ પાદુકા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.