
Bhavnagar news: ભાવનગર-ધોલેરા હાઈવે પર આજે સાંઢીડા નજીક આજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતોનો હબ ગણાતા ભાવનગર-ધોલેરા હાઈવે ઉપર આજે એક આવો જ ભીષણ અકસ્માત થયો હતો. જે બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108ની ટીમે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અકસ્માતો માટે કુખ્યાત બનેલા ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા ગામ પાસે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર એકબીજાને અથડાતા કારમાં સવાર પાંચ લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે આ અકસ્માત અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થયા હતા. જે બાદ પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.