
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓ સામે તંત્રની તવાઈ ચાલી રહી છે. આ પ્રકરણમાં થાન, ચોટીલા વિસ્તારમાં ખનિજ માફિયાઓ દ્વારા બનાવામાં આવેલી 20થી વધુ ઓફિસ અને બેઠકો તોડી પાડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ અને તેઓને માહિતી પુરી પાડતા તત્વો સામે ચોટીલા પ્રાંત અધિકારીએ કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલા અને થાનમાં ખનિજ માફિયાઓને સરકારી તંત્રની ગતિવિધિ અને અન્ય માહિતી પુરી પાડનારા તત્વો સામે પણ પગલાં લેવામાં આવ્યા હતા.
થાન અને ચોટીલા વિસ્તારમાં રસ્તામાં આવતી ચાની હોટલો, કેબિન, વે-બ્રિજ સહિતની વસ્તુઓ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી હતી. પ્રાંત અધિકારી મામલતદાર સહિતની ટીમો દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી મિલકતો પર ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવ્યા હોવાનું આવ્યું સામે આવ્યું હતું. સરકારી તંત્રની આકરી કાર્યવાહીને પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. હવે બાતમીઓ આપતી ઓફિસો પર પણ ફરી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.