Source : GsTV
વડાપ્રધાન મોદીએ હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સના ગ્લોબલ બેટરી ઇલેક્ટ્રીક વ્હીકલને ફ્લેગ-ઓફ તથા TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રીડ બેટરી ઇલેક્ટ્રોડ્સના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો.PM મોદીએ કહ્યું કે, આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોને એક્સપોર્ટ કરવામાં આવશે.આજે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોલ મેન્યુફેક્ચરીંગ પણ સ્ટાર્ટ થઇ રહ્યું છે. આજનો દિવસ ભારત અને જાપાનની ફ્રેન્ડશિપને પણ નવો આયામ આપી રહ્યો છે. હું તમામ દેશવાસીઓને, જાપાનને, સુઝુકી કંપનીને શુભકામના પાઠવું છું.
ભારતની સક્સેસસ્ટોરીના બિજ 13 વર્ષ પહેલા વાવવામાં આવ્યા હતા. 2012માં જ્યારે હું મુખ્યમંત્રી હતો તે સમયે મારૂતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. વિઝન તે સમયે પણ આત્મનિર્ભર ભારતનું હતું, મેક ઇન ઇન્ડિયાનું હતું. અમારા ત્યારના પ્રયાસો આજે દેશના સંકલ્પને પૂર્ણ કરવામાં આટલી મોટી ભૂમિકા નીભાવી રહ્યા છે.

