Home / Gujarat / Mehsana : Shankarsinh Vaghela enters for the assembly by-elections

વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ શંકરસિંહ વાઘેલા મેદાનમાં, કડીમાં કાર્યાલયનું ઉદ્ધાટન

વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ શંકરસિંહ વાઘેલા મેદાનમાં, કડીમાં કાર્યાલયનું ઉદ્ધાટન

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને હવે થોડા સમયની વાર છે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો સાથે પ્રચાર શરુ કરી દીધો છે. એવામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ પોતાની પાર્ટી સાથે ચૂંટણીમાં લડવા માટે મેદાનમાં ઉતર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહેસાણા જિલ્લામાં કડી ખાતે શંકરસિંહ વાઘેલાએ રાજકીય બેટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. કડી વિધાનસભા પેટા ચૂંટણી પહેલા જ પોતાની પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. શંકરસિંહ વાઘેલાએ કડી ખાતે તેમની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યાલય ઉદ્ધાટનના કાર્યક્રમમાં સભા દરમિયાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. ગોધરાકાંડ,પુલવામાં,અક્ષરધામ જેવી ઘટનાઓ યાદ કરી બાપુએભાજપને આડે હાથ લીધી હતી.

Related News

Icon