Home / Gujarat / Mehsana : the husband murder his wife In Kadi

મહેસાણા: કડીમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી કરી હત્યા, આ રીતે ભાંડો ફૂટ્યો

મહેસાણા: કડીમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી કરી હત્યા, આ રીતે ભાંડો ફૂટ્યો

કડીમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પતિએ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પ્રયાસ કર્યો 

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડીના આદુન્દ્રા ગામમાં રહેતા ભરતભાઈ પોતાની પત્ની સાથે ગઈકાલે પત્નીના પિયરે ગયા હતા. જોકે, સાંજના સમયે પોતાના ઘરે પરત આવી ગયા હતા. સાંજે જમ્યા બાદ કોઈ કારણોસર ગળું દબાવીને પોતાની પત્નીની જ હત્યા કરી નાખી હતી. જે બાદ પતિએ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પ્રયાસ કર્યો હતો. 

પીએમ કરવાનું દબાણ કરતા પતિએ જ હત્યા કરી હોવાનું કબૂલ્યું 

આ બનાવ બાદ પત્નીના પિયર પક્ષના લોકો પણ તાત્કાલિક આવી ગયા હતા. જોકે, તેઓએ પીએમ કરવાનું દબાણ કરતા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

બીજી તરફ બનાવની જાણ થયા બાદ કડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.