
Mehsana News: ગુજરાત જાણે ડ્રગ્સના વેપારનું હબ બની ગયું હોય તેમ સતત ગુજરાતમાં ઠેક ઠેકાણેથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. એવામાં ફરી એક વખત મહેસાણામાંથી ડ્રગ્સ ઝડપાયું છે. મહેસાણામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એમ.ડી. ડ્રગ્સ સાથે તેની ફેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. મહેસાણા તાલુકાના શોભાસણ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. કુલ 9 લાખ 80 હજાર કિંમતનું 98 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 98 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ તેમને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.