
Gujarat Weather News: ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ દ્વારા ગુજરાતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે અને 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી રવામાં આવી છે. આ સાથે જ રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાનની આ સ્થિતિ સર્જાવાની માહિતી મળી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન 12 કલાક બાદ લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને 36 કલાક બાદ ડિપ્રેશન થશે. આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે જ્યારે જિલ્લાનું 40 ડિગ્રી તાપમાન રહેશે.