
Morbi news: સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા એવા મોરબી જિલ્લામાં આવેલા ચરાડવા મહાકાળી આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુ આજે સવારે બ્રહ્મલીન થયા. તેઓ 133 વર્ષના હતા. આ અંગેની જાણ થતા ઝાલાવડ, કચ્છ, સોરાષ્ટ્ર સહિતના પંથકમાંથી ભાવિકો ઉમટી પડયા હતા. તેમના અવસાનને લીધે ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહાકાળી આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુનો જન્મ 04-11- 1892 કાર્તિક સુદ પૂનમ,અવસાન 23-05-2025 વૈશાખ વદ અગિયારસ,133 વર્ષ થયા છે. આ ઉપરાંત બ્રહ્મલીન પૂજ્ય દયાનંદગિરી મહંતની 15 ફૂટ લંબાઈની જટા સૌની આકર્ષણનું કેન્દ્ર હતી. તેમના અવસાન બાદ આખા ચરાડવામાં પાલખી યાત્રા ફર્યા બાદ તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લામાં આવેલા ચરાડવા ગામના મહાકાળી આશ્રમના પૂજ્ય મહંત દયાનંદગિરી આજે 133 વર્ષની વયે બ્રહ્યલીન થયા હતા. તેમના પાર્થિવદેહની પાલખીયાત્રા કાઢવામાં આવી અને ત્યારબાદ સમાધિ અપાશે.
ચરાડવા શ્રી મહાકાળી આશ્રમના પૂજ્ય મહંત દયાનંદગિરિજી મહારાજ ગુરુશ્રી બ્રહ્મગિરિજી મહારાજની જ્યારે પાલખી યાત્રા નીકળી ત્યારે ભારે માનવ મહેરામણ ઉમટયો હતો. ચરાડવાના મુખ્ય માર્ગ પર પાલખી યાત્રા ફરીને મહાકાળી આશ્રમ ખાતે તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવશે. ચરાડવા મહાકાળી આશ્રમના મહંતની ૧૫ ફૂટ લંબાઈની જટા તેમના આકર્ષણનું કેન્દ્ર હતી.તેઓના અવસાનની જાણ થતા સમગ્ર ઝાલાવડ, કચ્છ, સોરાષ્ટ્ર સહિતના પંથકમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. બ્રહ્લલીન થયેલા મહંત પૂજય દયાનંદગિરીએ આખા પંથકમાં મહાકાળી આશ્રમના નામે ધૂણો! ધખાવીને અલખની આરાધના જગાવી હતી.