
ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં મોરબીમાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પલાસણ ગામે બોથડ પદાર્થના ઘા ઝીંકીને આધેડની કરપીણ હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, હળવદના પલાસણ ગામની સીમમાં બપોરના સમયે પલાસણના રહેવાસી 46 વર્ષીય તરશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા સાથે મનદુઃખના કારણોસર ગામનાં જ શખ્સ દ્વારા બોથડ પદાર્થ દ્વારા માથાના ભાગે ઘા મારીને કરપણી હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી હાથ વેંતમાં જ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે હત્યા પાછળનું કારણ જુનુ મનદુઃખ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આધેડની હત્યા પલાસણ ગામના જ ઝાલાભાઇ નામના શખ્સે કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હત્યા શા માટે કરી છે તેમ સહિતની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.