નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય 100 જેટલી ગાડીઓના કાફલા સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે રાજપીપળાના પ્રવેશ દ્વાર ઉપર અટકાવવામાં આવ્યા હતાં. જેથી મામલો ગરમાતા પોલીસ ચૈતર વસાવાની જીદ આગળ ઝૂકીને પોલીસ વડાની કચેરીએ જવા દેવાની મંજૂરી આપી હતી. પોલીસ વડાની કચેરી ઉપર પહોંચતાની સાથે પોલીસ વડાને મળવાની માંગ કરતા પોલીસે તેઓને કોર્ડન કરી લીધા હતાં. જેથી ફરી મામલો ગરમાતા આખરે પોલીસ મિટિંગ કરવા માટે સહમત થવું પડ્યું હતું. પોલીસ વડા સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આગેવાનો કોન્ફરન્સ હોલમાં મિટિંગ કરી હતી. જેમાં ધારાસભ્યએ નર્મદા જિલ્લા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતાં.
લોકોને રંઝાડાતા હોવાના આક્ષેપ
નર્મદા પોલીસ બૂટલેગરો આંકડાના ધંધા વાળાઓ અને રેતી માફીયાઓ અને માટીકામ ખોદકામ પાસે લાખો રૂપિયા હપ્તા ઉઘરાવે છે. થોડા જ સમયમાં આ પોલીસ માલદાર બની ગઈ છે. જ્યારે દેવમોગરા ખાતે આવેલ યહમોગી માતાના મંદિરે આવતા ભક્તોને પોલીસ રંઝાડે છે. તેઓના વાહનો ડિટેન કરીને હેરાન પરેશાન કરે છે. બુટલેગરોને મદદ કરે છે. ત્યારે નર્મદા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસે કહ્યું પગલાં લેશુ
નર્મદા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, માટીકામ ખોદનાર લોકોને મદદ કરનાર પોલીસ સામે પણ પગલાં ભરવામાં આવશે. ધારાસભ્યની તમામ રજૂતાઓ સંભાળી છે. જ્યારે ગ્રામજનોએ માટીના ડમ્ફરો પકડીને પોલીસને સોંપ્યા હતા. તે છોડી દેવામાં આવ્યા છે. જેની રજૂઆત કરી છે. તેના ઉપર તપાસ કરીને પગલા ભરીશું