
નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસ ભાજપ સરકારના ઈશારે ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઉભી કરી અને પોલીસ દંડના નામે રકમ વસુલે છે. હપ્તાના નામે કરોડો રૂપિયા ઉઘરાવે છે. આ બાબતે નર્મદા જિલ્લા પોલીસને વારંવાર રજુઆત કરવામાં આવે છે. ત્યારે ઉપરથી સૂચના છે. તેવો જવાબ આપવામાં આવે છે. ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં બેફામ બુટલેગરો બન્યા છે. દારૂના અડ્ડાઓ ચાલે છે, આંકડા, જુગારના ધંધાઓ ધમધમે છે. રેતી ખનન બે નંબરના ધંધા ધમધમે છે. જયારે જમીન માફિયાઓ માટી ખોદીને લઇ જાય છે. જયારે આદિવાસી સમાજના લોકો રેતી અને માટી ભરેલી ટ્રકો પોલીસને સોંપે છે, ત્યારે રાતોરાત પોલીસ સેટિંગ કરીને છોડી મૂકે છે.
લોકો સામે કાર્યવાહી થાય છે
નર્મદા જિલ્લાના આદિવાસી સમાજ ના લોકો લગ્ન પ્રસંગમાં તેમજ ખેતરમાં કામે જતા હોય અને ધાર્મિક પ્રસંગે જતા હોય ત્યારે તેવા લોકોને પકડીને પુરી દે છે. વાહન જપ્ત કરી લે છે. લોકોને હેરાન કરવામાં આવે છે. જેનો સખત વિરોધ કર્યો છે. નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી ઉપર મોટી સંખ્યામાં લોકોને આવવા માટે ચૈતર વસાવાએ અપીલ કરી છે.
ચૈતર વસાવાના હુંકારથી પોલીસ બેડામાં ખળભળાટ
ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ભાજપ સરકારના ઈશારે ગેરકાયદેસર ચેકપોસ્ટો ઊભી કરીને દંડના નામે રકમ વસૂલવામાં આવી રહી છે. સાથે જ હપ્તાના નામે કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે, આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં, ઉચ્ચ અધિકારીઓ દ્વારા "ઉપરથી સૂચના છે" એવા જવાબ આપવામાં આવે છે.ચૈતર વસાવાના મતે, નર્મદા જિલ્લામાં બુટલેગિંગ બેફામ વધી ગયું છે, દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યાં છે, આંકડા જુગારના ધંધા ધમધમી રહ્યા છે, તેમજ રેતી અને માટીનું ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે. તેમ છતાં, પોલીસે આ ગુનાઓ પર કોઈ કડક કાર્યવાહી નથી કરી.
રાતોરાત સેટિંગના આક્ષેપ
તેમણે આક્ષેપ કર્યો કે, જ્યારે આદિવાસી સમાજના લોકો રેતી અને માટી ભરેલી ટ્રકો પોલીસને સોંપે છે, ત્યારે પોલીસ રાતોરાત સેટિંગ કરીને તેને છોડી મૂકે છે. આદિવાસી સમાજના લોકો લગ્ન પ્રસંગો, ખેતીના કામ અથવા ધાર્મિક પ્રસંગોમાં જતા હોય, ત્યારે પોલીસ તેમને પકડીને હેરાન કરે છે અને તેમના વાહનો જપ્ત કરી લે છે. આ મુદ્દાને લઈને ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થવા માટે અપીલ કરી છે. તેમના આ હુકમથી નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે.આ મામલે હાલ પોલીસનો કોઈ સત્તાવાર જવાબ સામે આવ્યો નથી.