
નર્મદામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકો હતાં.પરંતુ ચાલુ કાર્યક્રમમાં લોકો ઉભા થઈને જતાં રહેતા હતાં. જેથી ભાષણ આવા ઉભા થયેલા સાંસદ મનસુખ વસાવાનો પિત્તો ગયો હતો. તેમણે લોકોને અને અધિકારીઓને રીતસરના ખખડાવતા કહ્યું કે, આ ન ચલાવી લેવાય.
અધિકારીઓને ટકોર
મનસુખ વસાવાએ કહ્યું કે, સરકારના વિકાસની વાત થઈ રહી હોય તેવા કાર્યક્રમમાં લોકો ઉભા થઇને જતા રહે તો જેને જવાબદારી સોંપી છે. તેમણે ધ્યાન રાખવાનું હોય છે.હજુ મંત્રી બોલવાના બાકી હતા ને લોકો જતા રહ્યા હતા. જેથી સાંસદથી રહેવાયું નહિ અને અધિકારીઓ પણ સેવા સેતુના કાર્યક્રમમાં જતા નથી અને આવા કાર્યક્રમોમાં અધિકારીઓએ પણ જવું જોઈએ તેમ ટકોર કરી હતી.
મંત્રીની સૂફિયાણી સલાહ
સાંસદે કહ્યું કે, અધિકારીઓને પણ કહું છું કે, આગામી કાર્યક્રમોમાં આવું ન થવું જોઈએ. જે લોકો અહીં આવનાર લોકોને લઈને આવે છે. તેમણે ખાસ ધ્યાન આપવું જોઈએ. મનસુખ વસાવાએ કહ્યું કે, લોકો જતા રહ્યાં. તેમાં મંત્રી ભીખુસિંહ પરમારએ કહ્યું કે, કેટલાક મિત્રોની બેસી રહેવાની ક્ષમતા ઓછી હોય છે. મનસુખ વસાવાને મંત્રીએ કહ્યું કે, આપણે મોટું મન રાખવાનું હોય છે.