નર્મદા જિલ્લામા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસના કામો કરવા માટે ફાળવવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં તો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં આદિવાસીઓને આવવા જવા માટે જીવના જોખમે અવર જવર કરવી પડતી હોય છે.
વીજ થાંભલાઓ ગોઠવ્યા
ચોમાસાની સિઝનમાં જીવના જોખમે ગામમાંથી વહેતી ખાડી ઉપરથી અવર જવર કરતા જોવા મળી રહ્યા છે. ખાડીમા અચાનક પાણીનો પ્રવાહ વધે તો પાણીના પ્રવાહમા વહીને જીવ પણ ગુમાવવું પડેના ભય હેઠળ લોકો ખાડી ઓળંગી અવર જવર કરતા હોય છે. ત્યારે ઝરવાણી ગામના દેડકા ફળિયાથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી ચોમાસાની સિઝનમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય. આ ખાડી ઉપરથી આવવા જવા માટે ગામના લોકોએ ભેગા મળીને વીજ થાંભલા ગોઠવી અવર જવરની કામચલાવ વ્યવસ્થા ઉભી કરી હતી. ખાડી ઉપરના ધોધ પાસે બંને સાઇડ કવર કરીને વીજ થાંભલાઓ ગોઠવ્યા હતા. જેના પરથી હવે ગ્રામ જનો અવર જવર કરશે.