
Narmada News: નર્મદામાંથી એક ખાનગી શાળાની ગંભીર બેદરકારીનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં શાળાના સમય દરમિયાન એક વિદ્યાર્થીને છાતીમાં દુખાવો થતાં શાળાએ પોતે સારવાર અપાવવાની જગ્યાએ વાલીને શાળાએ બોલાવી બાળકને સારવાર માટે લઈ જવાનું કહેવામાં આવ્યું. સમય બચાવવા માટે વાલી દ્વારા શાળાના વાહનમાં બાળકને લાવવા માટે કહેવામાં આવ્યું તો શાળાએ દાવો કર્યો કે શાળા પાસે તે સમયે કોઈ વાહન ઉપલબ્ધ નથી. આખરે વાલીએ શાળા પર પહોંચી શાળાની બેદરકારીનો ઘટસ્ફોટ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, શાળાના સમયપત્રક મુજબ, ફરિયાદનો પુત્ર સવારે 8થી બપોરના સુધી શાળામાં હોય છે. જેથી ગઈકાલે 11 જૂલાઈના રોજ ફરિયાદીએ તેમના પુત્રને સવારે 7.30 કલાકે શાળાની વાનમાં મોકલ્યો હતો. બાદમાં 8.30 કલાકે બાળકની માતાને શાળામાંથી ફોન આવ્યો કે તેમના પુત્રને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે., જેથી તાત્કાલિક ધોરણે આવીને લઈ જવા માટે જણાવ્યું. બાદમાં વાલીએ શાળાને જણાવ્યું કે, શાળાએ પહોંચી પછી હોસ્પિટલ જવામાં 1 કલાકથી વધુનો સમય લાગી જશે જેથી વિદ્યાર્થીને શાળાની વાનમાં મોકલવામાં આવે.
પરંતુ શાળાના પ્રસાશન દ્વારા વિનંતીનો સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો અને કહ્યું કે તે સમયે શાળામાં કોઈ વાહન ઉપલબ્ધ નથી. જેથી વાલીને રુબરુ શાળાએ જવાની પરજ પડી. વાલીએ શાળાએ પહોંચી જોયું તો શાળાના પરિસરમાં સ્કુલ વાન સહિત શાળાના ત્રણ વાહનો પાર્ક કરેલા હતા. તેમ છતાં શાળાના પ્રશાસન દ્વારા સંભવિત તબીબી કટોકટીમાં વિદ્યાર્થી માટે પરિવહનની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી. જે સ્પષ્ટપણે વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને સલામતી પ્રત્યેની બેદરકારી અને ઉપેક્ષાનું કૃત્ય હતું. જેથી વાલી દ્વારા આખરે શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ મંત્રી સુધી આ મામલે ફરિયાદ કરાવમાં આવી હતી.