
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે વિદેશમંત્રી જયશંકર એ સબસેન્ટર આંગણવાડી નું લોકાર્પણ કર્યું તેમજ સ્માર્ટ વિલેજ બોર્ડ નું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસે વિગતો મેળવી હતી. વિદેશમંત્રીએ આ ગામ દત્તક લીધેલ છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગામડાઓનો વિકાસ કરવા માટે નર્મદા જિલ્લાના 5 ગામો વિદેશ મંત્રીએ દત્તક લીધેલા છે. તેમાં બે દિવસ વિદેશમંત્રી મુલાકાત લેનાર છે.
પાયાના કામો થવા જોઈએ
નર્મદા જિલ્લામાં વિદેશમંત્રી વ્યાધર ગામે લોકોને તમામ કામોની જાણકારી પણ આપી હતી. સાથે જ કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી વધારે સમયથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે.હું ગુજરાતનો રાજ્યસભાનો સાંસદ છું. ત્યારે વડાપ્રધાનનો મુખ્ય આશય છે કે, આરોગ્ય અને આંગણવાડીનું શિક્ષણ સારું મળે અને વિકસિત ભારતની વાત કરતા હોય ત્યારે રસ્તા સારા મળવા જોઈએ.
વિકાસના કામોનું લોકાર્પણ
લોકોને વડાપ્રધાન આવાસ મળવા જોઈએ. જેને લઇને અમે જે ગામો દત્તક લીધા છે. તે ગામોની મુલાકાત લઈ નર્મદા જિલ્લાના ગામોનો વિકાસ કરવા માટે મારું યોગદાન રહેશે. લોકોનું જીવન બદલાય તેવો અભિગમ છે. જ્યારે સમગ્ર કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદ અને નાંદોદના ધારાસભ્ય હાજર રહ્યા હતા. વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. બે દિવસ સુધી વિદેશમંત્રી નર્મદા જિલ્લાના અલગ અલગ ગામોની મુલાકાત લેશે.