
નવસારી જૂની કલેકટર કચેરીમાં સામાજિક વનીકરણ વિભાગની કચેરી આવેલી છે. જ્યાં કર્મચારીની અંદર બાઈક પાર્ક કરી હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે. જેને લઇ ડીસીએફને પ્રશ્ન પૂછાતા તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, મૂકી હશે. તેમાં હું શું કરું. હમણાં હું બહાર છું. જોવડાવી લઈશ.
ઓફિસમાં બાઈક બિરાજમાન
લોકોએ કહ્યું કે, સરકારી કચેરીને પોતાની જાગીર સમજતા કર્મચારીઓ એ ભૂલી જાય છે કે, આ એક જાહેર સ્થળ છે. જેમાં લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવતા હોય છે. તેમ છતાં કર્મચારીએ ઓફિસની અંદર બિન્દાસ પણે સ્ટેન્ડ પર મૂકી બાઇક પાર્ક કરી હતી. કર્મચારીએ પોતાની બાઈક ચોરી ન થાય એ હેતુથી કચેરીની અંદર પાર્ક કરી હતી. તેવું જાણવા મળ્યું છે. જો કે કર્મચારી ઓફિસમાં હાજર ન હતો.
ડીસીએફનો ઉડાઉ જવાબ
સામાજિક વનીકરણ કચેરીના વડા ભાવના દેસાઈ ડીસીએફ છે. તેમને આ મામલે પુછાયુ તો ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, આ વિડિયો વાયરલ થયો છે. તેમાં હું શું કરી શકું? કોઈ કર્મચારીએ મૂકી હશે. હું જોવડાવી લઈશ. મનસ્વી રીતે વર્તન કર્મચારીઓ સામે અધિકારી કોઈ પગલા લેશે કે, આવા કર્મચારીઓ સામે બધું બરાબર છે. માની ચાલવા દેશે કે અન્ય કર્મચારીઓ આવું ન કરે એ માટે કોઈ કાર્યવાહી થશે એ યક્ષ પ્રશ્ન ઊભો થયો છે.