
નવસારી, વલસાડ વિસ્તારમાં શંકાસ્પદ મોત, હત્યા અને દુષ્કર્મના કેસમાં પોલીસ અને સંબંધી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કે જરૂરી તપાસ કરાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ સુધી લાંબુ થવું પડતું હતું. જોકે, હવે નવસારી અને વલસાડમાં ફોરેન્સિક પોસ્ટમેર્ટમ કરવાની મંજુરી આપવામાં આવી હતી.
સુરત લાંબુ નહીં થવું પડે
વલસાડ અને નવસારી જીલ્લામાં શંકાસ્પદ મોત, હત્યા અને દુષ્કર્મના કેસમાં દર્દી કે મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે આવવું પડતું હતું. જેના લીધે પોલીસ અને મૃતકના પરિવારજનો અને સંબંધીઓ આખો દિવસ નીકળી જતો હતો. તેઓને છેક સુરત સિવિલ સુધી લાંબુ થવું પડતું હોવાથી તેઓ તકલીફ વેઠી રહ્યા હતા. તેવા સમયે રાજ્યના આરોગ્ય વિભાગ અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારી સહિતનાઓ તાજેતરમાં બેઠક મળી હતી.બેઠકમાં ગુજરા મેડિકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (જી.એમ.ઇ.આર.એસ) સંચાલિત મેડિકલ કોલેજોમાં મેડિકલ લીંગલ (એમ.એલ.સીજી અને પોસ્ટમોર્ટમ)ની કામગીરી માટે મંજુરી આપી હતી.
મોતનું સાચું કારણ જાણી શકાશે
નવસારી, વલસાડ, રાજપીપળા ફોરેન્સિક મેડિસિન વિભાગના ડોકટરો દ્વારા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અને જરૂરી કામગીરી કરશે. તે માટે પ્રેક્ટરોની નિમણૂંક કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.નવસારી અને વલસાડમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ શરૂ થવાથી મૃતકના પરિવારજનો, સંબંધીઓ અને પોલીસે સુરત સિવિલ સુધી લાંબુ થવું પડશે નહી. ત્યાં જ ઝડપથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થવાથી તેનું મોતનું સાચું કારણ જાણી શકાશે. જોકે અમુક વખત સુરત સિવિલ સુધી મૃતદેહ લાવતા સડી જવાનો ભય રહેતો હતો. જોકે ત્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ શરૂ થવાથી તકલીફ પડશે નહી એવું સિવિલના ફોરેન્સિ વિભાગના વડા ડો. ચંન્દ્રેશ ટેલરે જણાવ્યું હતું.