નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રૂઝવણી ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ બનેલા કાર ચાલકની બેદરકારીના કારણે સામેથી આવી રહેલા બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા. જેમાં પત્નીની નજર સામે જ પતિનું મોત થયું હતું. જ્યારે પત્ની ગંભીર થતા સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.ઘટનાની જાણ થતાં ખેરગામ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. પોલીસે ફરાર થયેલા કાર ચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકને ટક્કર મારીને કાર પણ ગુલાંટીઓ ખાઇ ગઇ હતી.