
હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે, તો બીજી તરફ કોઈને કોઈ રીતે લોકો પોતાને ફેમસ કરવા માટે રીલ્સ મૂકતા હોય છે. ઘણી વખત પોતાનો અને અન્યનો જીવ પણ જોખમમાં મુકે છે. ત્યારે આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે, તેમાં રસ્તા પર નાના બાળકનો સ્ટીયરીંગ પકડાવવાનનો વીડિયો વાયરલ થયો છે.
રડતાં બાળકને ચૂપ કરાવવા માટે સ્ટીયરીંગ વ્હીલ હાથમાં આપ્યું
નવસારીથી સુરત જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર રડતાં બાળકને ચૂપ કરાવવા માટે સ્ટીયરીંગ વ્હીલ હાથમાં થમાવી દેવામા આવ્યું હતું. બાળકને ખોળામાં બેસાડી વાહન જતીન નામના ડ્રાઈવરે ટેમ્પો ટ્રાવેલરનું સ્ટેરીંયગ બાળકને આપીને રીલ બનાવી હતી.
મોટી સંખ્યામાં મુસાફરો સવારી કરી રહ્યા હતા
ટેમ્પો ટ્રાવેલરમાં મોટી સંખ્યામાં મુસાફરો સવારી કરી રહ્યા હતા, જો કોઈ દુર્ઘટના સર્જાતતો તેની જવાબદારી કોણ લેત આ પણ એક મોટો સવાલ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે તપાસ આદરી હતી.