
રાજ્યના હાલોલમાં 11 વર્ષના કિશોરનું આકસ્મિક મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. હાલોલના તારખંડમાં ધોરણ-6માં ભણતા બાળકને સવારે અચાનક ચક્કર આવ્યા પછી અચાનક તબિયત લથડી હતી. તબિયત લથડતા બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ચક્કર આવ્યા પછી બાળકની તબિયત લથડી
ખાનગી હોસ્પિટલમાં તબિયત વધુ લથડતા હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે બાળકને ખસેડવામાં આવ્યો હતો. હાલોલ રેફરલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન જ બાળકનું મોત નિપજ્યું હતું.
બાળકનું મોત નિપજતા પરિવારજનો સંપૂર્ણ રીતે આઘાતમાં સરી પડ્યા
અચાનક બાળકનું મોત નિપજતા પરિવારજનો સંપૂર્ણ રીતે આઘાતમાં સરી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.