Home / Gujarat / Panchmahal : Bogus doctor running fake hospital arrested from Godhra

Panchmahal News: ગોધરામાંથી નકલી હોસ્પિટલ ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

Panchmahal News: ગોધરામાંથી નકલી હોસ્પિટલ ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

Panchmahal News: ગુજરાતમાં નકલી કોર્ટ, પોલીસકર્મી, ડૉક્ટરની સિલસિલો યથાવત્ છે, ત્યારે પંચમહાલના ગોધરા શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઈપણ પ્રકારની ડિગ્રી વગર બોગસ તબીબ દ્વારા ખોટી રીતે હોસ્પિટલ ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવતો હતો. શહેરમાં બોગસ હોસ્પિટલની જાણકારી મળતા મોડિકલ ઓફિસર અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગોધરમાં બોગસ તબીબ-હોસ્પિટલ ઝડપાઈ

પંચમહાલના ગોધરા શહેરમાંથી કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચાલતી હતી. જેમાં ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં સંદીપ ભીડે નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી વગર આસ્થા નામની હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. પંચમહાલ એસ.ઓ.જી પોલીસ અને ગોધરાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરની સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.

પોલીસ અને મેડિકલ ઓફિસરની તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના લાયસન્સ વગર હોસ્પિટલમાં ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 મુજબ ફરિયાદ નોંધીને એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3,86,843નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સંદીપ ભીડે નામના બોગસ તબીબ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related News

Icon