
દુબઈમાં પ્રતિબંધિત દવાઓના જંગી જથ્થા સાથે ઝડપાયેલા ગોધરાના એક રહીશને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 4 લાખ દિરહામનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની ચર્ચા ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં થઈ રહી છે.
આરોપી પ્રતિબંધિત દવાઓના જથ્થા શાથે ઝડપાયો હતો
એક વર્ષ પહેલા દુબઈ ગયેલા ગોધરાના સુલેમાન પાસેથી દુબઈ એરપોર્ટ પર પ્રતિબંધિત દવાઓનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. દુબઈ એરપોર્ટ પોલીસે પ્રતિબંધિત દવાઓના જંગી જથ્થા સાથે સુલેમાને દુબઈ પોલીસના હવાલે કરાયો હતો. સુલેમાન સામે ત્યાંના કાયદાઓ પ્રમાણે હાથ ધરાયેલી કાયદાકીય કાર્યવાહીના અંતે દુબઈની જેલમાં બંધ સુલેમાનને 10 વર્ષની સજા અને 4 લાખ દિરહામનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ બનાવ બાદ ત્યાંના જેદ્દાહ એરપોર્ટ અને અન્ય એક એરપોર્ટ પરથી ગોધરાની ત્રણ મહિલાઓ સહિત એક રાજકીય કાર્યકરની પણ પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનની જેલોમાં બંધ છે. જો કે આ સજા બાદ પ્રતિબંધિત દવાઓના જથ્થાને દુબઈમાં ઘૂસાડવા માગતા દવાઓના સોદાગરો ફફડી ઊઠયા છે.દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાતનું ચલણ દિરહામ છે. એક દિરહામ બરાબર ભારતના 22.89 રૂપિયા થાય છે.
ત્રણ મહિલાઓ સહિત એક રાજકીય કાર્યકરની પણ પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ધરપકડ
આ બનાવ બાદ ત્યાંના જેદ્દાહ એરપોર્ટ અને અન્ય એક એરપોર્ટ પરથી ગોધરાની ત્રણ મહિલાઓ સહિત એક રાજકીય કાર્યકરની પણ પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનની જેલોમાં બંધ છે. જો કે આ સજા બાદ પ્રતિબંધિત દવાઓના જથ્થાને દુબઈમાં ઘૂસાડવા માગતા દવાઓના સોદાગરો ફફડી ઊઠયા છે.