
ગોધરા નગરપાલિકા રખડતા ઢોરને પકડવા માટે સખ્ત કાર્યવાહી કે છે, ઢોરને પકડીને પાંજરાપોળમાં રાખવામાં આવે છે, પરંતુ જે મૃત્યુ પામે છે તેનો નિકાલ કરવાની પદ્ધતિના દ્રશ્યો હૃદયને કંપારી છૂટે તેવા છે. મળતા અહેવાલ પ્રમાણે પંચમહાલના ગોધરાના હમીરપુર ગામે ડમ્પીંગ સાઈટ પર 15થી વધુ ગૌમાતાના મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવ્યા છે.
ગૌમાતાના મૃતદેહો રઝળતી હાલતમાં મળી આવ્યા
રઝળતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં આવતા ચકચાર મચી ગઈ છે. મળતા અહેવાલ પ્રમાણે કચરાના ઢગલામાં ગૌમાતાના મૃતદેહો ફેંકાયેલી સ્થિતિમાં જોવા મળતા લોકોની લાગણી દુભાઈ છે. તો બીજી તરફ સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે.
મૃત ગૌમાતાના મૃતદેહ ટ્રેક્ટર ભરી લાવી નાખીને જતા રહે છે- સ્થાનિકોના ગંભીર આરોપ
સ્થાનિક લોકોનો આક્ષેપ છે પરવડી ગૌશાળા વાળા આ રીતે મૃત ગૌમાતાના મૃતદેહ ટ્રેક્ટર ભરી લાવી નાખીને જતા રહે છે. ગૌમાતાના મૃતદેહને ખાડો ખોદીને દાટવાના બદલે ગૌમાતાના મૃતદેહ આ રીતે કચરાના ઢગલામાં ફેંકવામાં આવતા સ્થાનિક લોકોને રોગચાળો ફાટી નીકળશે તેનો પણ ડર સતાવી રહ્યો છે.
ગૌશાળાના સંચાલકે તમામ આરોપોને ફગાવ્યા
આ મામલે ગૌશાળાના સંચાલકે તમામ આરોપોને ફગાવ્યા છે, તેમણે જણાવ્યું કે અમારી ગૌશાળામાં અસક્ત બીમાર પશુનું મૃત્યુ થાય તો તેનો નિકાલ ખાડો ખોદીને જમીનમાં દાટીને કરવામાં આવે છે.